એક વાદળ ઘેરાય બીજો તું
વરસી જવાનું નામ ન લે ,કરું તો કરું યે શું?
ગોરંભાય ક્યારેક, ક્યારેક કોરો કટ્ટ
વાદળ શો વાલમ પણ રાખે છે વટ્ટ
મીંટો માંડી ને ચાતકની જેમ
રાહ જોયા કરું છું હું.......
એક વાદળ ઘેરાય બીજો તું.....
હવાનાં હુકમે વાદળોય દોડતાં
અરજી ને મરજી મારાં ઓછાં શું પડતાં?
સમજે ઈશારાને તું સાનમાં એમ,
તો ઓઢણી સરકાવી દઉં હું.....
એક વાદળ ઘેરાય બીજો તું.....
તરસી ન જાય ક્યાંક ભીની મોસમ
વરસી જા આજ તને મારા છે સમ
ધોધમાર ભીંજાવું કોરે મૂકીને આમ
ટીપે ટીપે ઝૂરવાનું શું!?
એક વાદળ ઘેરાય બીજો તું.....
Medha Antani
30/4/17
No comments:
Post a Comment