કોઇ આટલું કેમનું ગમતું હશે ?
કેમ મનમાં રાતદિન રમતું હશે ?
આમ તો હસતું રહે છે રોજ તે ,
કેમ છાનાં આંસુઓ ભરતું હશે ?
જીવવું સૌને ગમે છે આમ તો ,
કેમ રોજે રોજ તે મરતું હશે ?
સાવ બંજર થઇ ગયેલી ભૂમિ પર ,
કેમ ઝાકળ જેમ તે ઝરતું હશે ?
આભમાંથી રોજ જોયા તે કરે ,
કેમ આ રીતે પછી ખરતું હશે ?
કાંઇ સમજણ ના પડી અમને કદી ,
કેમ તે સ્વપ્ન બની સરતું હશે ?
છે ગયું છોડી અમોને તો ય 'જશ' ,
કેમ આંખોની સમક્ષ ફરતું હશે ?
જશુ પટેલ
૨૩-૦૬-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
ગાલગાગા ગાલગાગા ગાલગા
No comments:
Post a Comment