*સાઈજીકી*
ઝાકળનું બિંદુ,
જિંદગાની,
મૂર્ખ,
અભિમાન શાનું કરે!?
પવન સૂસવાટા,
અંતરમાં ,
ઘોર,
પાપ,સંતાપ સતાવે.
પ્રકૃતિ આંગણે ,
લીલીછમ,
આવી,
વાદળી વરસી જયાં જયાં.
અમૃત સરીતા,
વહી જાય,
ગંગા,
નીલગગનની નીચે.
સમયનાં વ્હાણે,
આવી ચડી,
યાદો,
પ્રેમની આપવાં છબી.
વીજળી કડાકે,
મેઘ ગાંડો,
ધરા,
બીછાવે આંચલ પ્યારો.
વરસાદી ફોરા,
લાગે મોતી,
શ્વેત,
પ્હેરો માળા તમે શ્યામ,
ઝરમર મેઘ,
ઝરમર,
સ્નેહ,
એમ વરસે પિયું સખી.
ચાંદનીમાં રમો,
રાસલીલા,
રાધા,
સાક્ષી પૂનમનો ચંદ્ર.
વેરાઈ ગઈ ક્યાં?
આંસુ ધારા,
રણ,
બની ગયું સમંદર.
કાજલકાંજિયા ''ફિઝા"
No comments:
Post a Comment