પાંચ વરસાદી હાઇકુ
૧:
દેડકાંઓનું
સંગીત સાંભળવા
તરસે મન!
૨:
આંખે ઓચ્છવ
આગિયાઓનું દ્રશ્ય
જોઈને, રાતે!
૩:
ઢોલ બજયા, ને
વરસાદી વાજિંત્રો
વાગ્યા પાદરે!
૪:
આંખ જુએ ને
કાન સાંભળે ગાન:
આગિયાઓનું!
૫:
કોણ ભીંજવે
કોને? છે વરસાદ
મુવો નફ્ફટ!
- હરિહર શુક્લ
૨૨-૦૬-૨૦૧૭
No comments:
Post a Comment