Tuesday, 27 June 2017

ગઝલ

કેમ તારી યાદ ભૂલાતી નથી.,
રાતમાં વાતો ચણાતી જાય છે .

એમ તારી યાદ માં ભૂલી પડી .,
રાતમાં રાતો વણાતી જાય છે .

રોજ તારી યાદ માં ઝૂરી રહી .,
જાતમાં જાતો વણાતી જાય છે .

યાદ તારી આવતા ગાતી રહી .,
જિંદગી  રોજે ભણાતી જાય
છે .

આમ તારે આવવું સપના મહીં .,
રાતમાં વાતો ખણાતી જાય છે .

રોજ તારા નામની માળા જપી .,
જિંદગી આ હણહણાતી જાય છે .

રાત ક્યારે યાદ માં પૂરી થશે .,
જિંદગી રોજે હણાતી જાય છે.
્્્્્્.          ્્્્્

છાયા બારોટ
નાના કોઠાસણા પ્રા . શાળા
તા .સતલાસણા
જી . મહેસાણા 384330

No comments:

Post a Comment