Sunday, 18 June 2017

ગઝલ

આંગળી કે'તી હશે  ..

હાલડે  મેકી હશે જે વાત મારા બાપુજી
આંગળી પકડી કહે !તે તાત મારા બાપુજી

પગ ચલાવે નાનપણનું એ પગેરું ગાજતું
મોકળું મેદાન કંધો,માત મારા બાપુજી

ટાઢ,તડકો તોડતો,વરસાદ આવો આખમાં
કાગળે !ભોળી લખેલી જાત મારા બાપુજી

નામ મારા નામનુ કે'તા જણાવે જીંદગી
બંદગી સેવક બની,ખેરાત મારા બાપુજી
 
આંગળી હાથે ધરમ સંવાદ રંગો છાંટતાં
બાળથી બાળક ભણેલો!વક્ત મારા બાપુજી

વેલ યૌવન, મૌલ મૌસમ, વાવણીમાં રુણ તે  
અંગ-અંગોમાં વહે તેે રકત, મારા બાપુજી

જાગૃતિ મારુ  મહુવા "જાગુ"

No comments:

Post a Comment