Sunday, 18 June 2017

ગઝલ

અવનીએ આ તિમીર પથરાયું ;
તેજ સૂરજનું ક્યાંય ન દેખાયું.

ઉગ્યો ને આથમ્યો દિન આખો;
આશ નિરાશ વચ્ચે મન ખેડાયુ.

આ સાંજના સથવારે હો બેઘડી;
સાથની ઝંખનાએ પાણી રેડાયુ.

જીવન મરણના ખેલ ચપટીના ;
કસોટી કરતાં જ જીવન ખેલાયુ.

તમન્ના ને તસવીર જીવી લે 'ઝાકળ';
રેખાઓના માપમાં અધૂરું ગૂંથાયુ.
                         
                                  - ઝાકળ

No comments:

Post a Comment