Wednesday, 28 June 2017

ગઝલ

ગહરી આંખે કાજળ મૂક્યું,
પાંપણ પર મેં વાદળ મૂક્યું.

સરનામું તારું હું કોને પૂછું,
સામે કોરું કાગળ મૂક્યું.

જૂની યાદો મનને બાઝી,
શમણું એની આગળ મૂક્યું.

આત્મા ઝંખે તુજને પ્રીતમ,
સ્પંદન શ્વાસો પાછળ મૂક્યું.

હૈયા બાગે ખીલે પુષ્પો,
ફોરમ સંગે ઝાકળ મૂક્યું.

દિપલ ઉપાધ્યાય "ફોરમ"

No comments:

Post a Comment