બાળો ઘસો કૂટો મને આ ગામની એ વાસ છે
માર મહી રમતી હજી આ ગામની એ આશ છે
વાતો કરે એ બૂમ પાડી શાનમાં મીઠું લડે
ઝઘડા કરે ભેગા રહે આ ગામની મીઠાશ છે
અવસર કરે આગણ સદા રૂઠે મનાવે પ્રેમથી
જાતુ કરે દેખી સમય આ ગામની અજવાશ છે
બોલ્યા વચન તોડે નહીં
વાતો કરી ફરતો નહીં
માણસ બધા બેજોડ છે
આ ગામની પેદાશ છે.
ખેતર સદા ખુલ્લા હસે
વાડી રહે લીલી સદા
માટી બની માણસ રહે
આ ગામની ભીનાશ છે.
પેટે સદા પાટા અહીં
બાધી મજૂરી જે કરે
મીઠા બધા જીવન મહીં
આ ગામની ખારાશ છે .
એ કામથી ભાગે નહીં
અવસર બનાવે પીડ ને
સુખ દુઃખ મહીં સાથે હસે
આ ગામની ઊજાશ છે.
ભૂલી બધી પીડા સદાએ
મોજમાં રમતું રહે
હસતું સદા હોઠે રહે
આ ગામની બાલાશ છે.
કેડી અહીં વાકી નદીની
જેમ સાગર ઊછળે .
સેથી ભરી હો સુંદરી ,
આ ગામની લાલાશ છે .
આગણ હસે તુલસી વસે
વૃક્ષો સદા ગાતા રહે ,
પંખી દિલે માળા કરે ,
આ ગામની લીલાશ છે..
આજે ઘરે આવ્યા પડોશી ,
હાલ જે બાજ્યા હતા ,
માગી ક્ષમા ચા ,પી કહે,
આ ગામની હળવાશ છે .
ડૉ . સત્યમ બારોટ
No comments:
Post a Comment