Tuesday, 27 June 2017

ગઝલ

નજરો નજરના કામણો લાધી ગયાં છતાં,
મનના વધેલા અંતરો ખાળી ગયાં છતાં.

આવી રહેલી સાંસમાં ખુશ્બુ ચમન તણી,
ખીલી ઉઠેલા બાગને નાંણી ગયાં છતાં.

કારણ વગરની ભુલની આવી પડી સજા,
રાહત ફગાવી પ્રાણને વારી ગયાં છતાં.

કોરણ ચડેલું આંખમાં ગરજે  ઘટા બની,
ભીના મિલનને માણવા તાણી ગયાં છતાં.

સ્નેહે ભરેલા ભાવની કીધી નિછાવરી,
જાગી ઉઠેલા હેતને હારી ગયાં છતાં.

બાગી બનેલી કામના ભેટી જવા ચહે,
ભાવો ભરેલા જીવને વારી ગયાં છતાં.

આભે ચમકતી વીજળી જબકી થમી.જતી,
વાદળ ભરેલા મેઘને તાંણી ગયાં છતાં.
પાયલ ખનકતી પાંવમાં સપના જગાવતી,
સુરે મઢેલી ધુનમાં ઢાળી ગયાં છતાં.

માસૂમ નજરના કામણો હૈયા વસાવતા,
આસા ભરેલી લાગણી વાળી ગયાં છતાં.

               માસૂમ મોડાસવી

No comments:

Post a Comment