લીલાં અશ્વ ઉપર પલાણીને જોયું,
પરાપૂર્વથી શ્વાસ જાણીને જોયું.
ન જોયું કદી કોરું આકાશ સામે,
પથારી સમી સોડ તાણીને જોયું.
મળ્યું ઘાટ સાથે અમોલુ ઘરેણું,
અમે ક્યાં કદી એને નાણીને જોયું.
પિલાઈ રહ્યાં દાણેદાણાની માફક,
ચલાવી રહ્યું કોઈ ઘાણી, ને જોયું.
કોઈવાર એને કહ્યું ઠપકા રુપે
ઘણી વેળા એને વખાણીને જોયું
ભરત ભટ્ટ
No comments:
Post a Comment