શીર્ષક:ગણવેશ
શાળાના બે ગણવેશ
અને આજે
અલમારી ભરીને પહેરવેશ
છતાંય "આઇ હેવ નથિંગ ટુ વેર"
મમ્મી મારે કોલેજ નથી જવું,
પાછી શાળાએ મોકલી દે.
કોલેજની કેન્ટીનમાં અઢળક નાસ્તા
રોજ રોજ નથી ગમતા મેગીને પાસ્તા
ડબ્બામાં થોડા ભરીદે મમરા ને ખાખરા
મમ્મી મારે કોલેજ નથી જવું,
પાછી શાળાએ મોકલી દે.
તેં આપી મને સેલ્ફ ડ્રાઇવની બારી,
લઈ લે પાછી સ્વતંત્રતાથી કંટાળી,
ફરી સ્કૂલરીક્ષાની ધક્કામુક્કીમાં બેસાડી દે,
મમ્મી મારે કોલેજ નથી જવું,
પાછી શાળાએ મોકલી દે.
એટીકેટમાં મારું ભોળપણ નિચોવાયું
દોડાદોડી કરતું બાળપણ ખોવાયું,
મને નાની બનાવી દે પ્રેમ ભરી ગોદીમાં ઉઠાવી દે,
મમ્મી મારે કોલેજ નથી જવું,
પાછી શાળાએ મોકલી દે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment