ફાધર્સ દિન નિમિતે જગતના સૌ પિતાને વંદન...
// શું હોય છે પિતા... //
આંધી, તૂફાન ને ઝંઝાવાતોમાં ઘરનો મોભ બનીને ટક્કર ઝીલે
ને
પાઈ પાઈ જોડી ઘરને સીવે.
ટાઢ, તડકો કંઈ ન જુવે;
મથ્યા કરે દિન રાત ધૂળમાં.
ખુદને કાજે કંઈ ન કરે,અર્પિદે બીજાને,
જાત ઓગાળી જોઈ રહે એ બીજને વૃક્ષ થાતું.
થાય કદીક નરમ-ગરમ પણ હૈયે હરપત હોય,
જીંદગી આખી વહ્યા કરે મીઠી વીરડી માફક
એ હોય છે પિતા....
-રમેશ ચૌધરી
No comments:
Post a Comment