હજુય એવો પ્રસંગ એકાદ ઝંખું છું,
મુખે દે કોળિયો એ હાથ ઝંખું છું.
સદેહે આપનો મેળાપ ઝંખું છું,
મળાતું હોય તો સો વાર ઝંખું છું.
ઉદાસીમાં મને દેખી પુછે પપ્પા,
થયું શું બોલ? એ સંવાદ ઝંખું છું.
સકળ દુનિયાના પડઘાતા અવાજોમાં,
મજામાં છો? એ કહેતો સાદ ઝંખું છું.
ગમે ત્યાં હોવ સુખ શાતા મળે તમને,
ખુદા પાસેથી હું વરદાન ઝંખું છું.
....પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment