પ્રિય મિત્રો,
આજે FATHER'S DAY નિમિત્તે,
મારા, તમારા અને દુનિયાભરના તમામ વ્હાલા પપ્પાઓને,
હું સાદર, આજની આ ગઝલ સમર્પિત કરું છું !
વ્હાલા પપ્પા...
તમે હિંમત અમારી છો, તમે તો જોર છો પપ્પા;
વરસતું સ્નેહનું વાદળ તમે ઘનઘોર છો પપ્પા !
સતત જેણે આ કાળી રાતનો અંધાર પીધો છે;
ને અમને ઝળહળાવ્યાં છે, તમે એ ભોર છો પપ્પા !
કદી તો સંત જેવી શાંત મુદ્રામાં તમે મળશો;
કદી દરિયા સમો ભીતર ઘુઘવતો શોર છો પપ્પા !
તમે હાકલ, ખુશીની પળ, તમે પરિવારની સાંકળ;
તમે નામે ય 'બંસીધર', તમે ઠાકોર છો પપ્પા !!
તમારી લાડકી 'દિવ્યા'ની દુનિયા ખૂબ નાની છે;
ને એમાં પણ તમે હંમેશ ચારેકોર છો પપ્પા !!
- દિવ્યા રાજેશ મોદી.
Sunday, 18 June 2017
ગઝલ
Labels:
દિવ્યા મોદી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment