Tuesday, 27 June 2017

અછાંદસ

સવાર પડ્યે,
સૌ નીકળી પડે,
પોતાનો થેલો લઇ,
રોજ, એ જ રીતે.
રાત પડ્યે,
પાછા ફરે,
થેલામાં થોડી વસ્તુઓ લઇ,
રોજ, એ જ રીતે.
જીવનમાં કશું બદલાતું નથી,
લગભગ કશું જ નહીં.
કોઈવાર બસ રસ્તા બદલાય છે,
તો કોઈવાર થેલા.
જન્મથી મરણ સુધી,
સવારથી સાંજ,
ચાલુ રહે છે,
અસ્તિત્વની ખોજ,
રોજ, એ જ રીતે.

- બૈજુ જાની.

No comments:

Post a Comment