બળું છું!
દૂધમાં સાકર ભળે એવો ભળું છું!
હું છું મારામાં અને મુજને મળું છું!
કોઈ પણ મળવા મને આવ્યું નહોતું!
ડેલીએ દઈ હાથ હું પાછો વળું છું!
કાંતવા બેસી ગયો ઝીણું ઝીણું પણ
ઘઉંની સાથોસાથ હું થૂલું દળું છું!
ચાળણીમાં લઇ મને ચાળી જુઓ ને
જોઈલો એ છે શું જેનાથી ચળું છું!
છેતરાવાની નિયત લઈને રમો છો?
હું શકુનિદાવ લઈ લઈ ને છળું છું!
એક તાળું ને હજારો કળ મહીંથી
ખોળવાની છે અમૂલી કળ, કળું છું!
આંખથી શ્રાવણ ને ભાદરવો વહયો પણ
તોય ના બૂઝી ચિતા ભડભડ બળું છું!
- હરિહર શુક્લ
૨૨-૦૬-૨૦૧૭
ગ્રુપમાં રિવ્યુ માટે ...
No comments:
Post a Comment