સત્ય છે તો સત્યને વાચા મળે
આંખને પણ સ્વપ્ન સાચા મળે ?
દેવ થઇ પૂંજાય છે કાયમ પછી
શિલ્પને જો દર્દના ટાચા મળે !
જિંદગી પણ જીવવી કઇ રીતે ?
જીવવા પણ નિતનવા ઢાચા મળે !
રોજ એનો રંજ રહે છે આંખમાં
શિષ્ય ગુરુના કદી જો કાચા મળે?
રોજ તારા નામનો દીવો કરુ
મનવચાળે સ્નેહના ખાચા મળે.
" વિસ્મય " શૈલૈશ ચૌહાણ
No comments:
Post a Comment