Wednesday, 28 June 2017

૨, કાવ્યો

કહો તો ખરા પ્રેમ કોને કહું હું?
ન દેખી તને તોય ચાહું તને છું.

હથેળી મહીં ચાંદ તે તો બતાવ્યો,
હવે હાથ તારો ગગન ના ગણું શું?

સવાલો હતા એ બની ગ્યા જવાબો,
પરીક્ષા હતી આજ આપી રહી તું.

તપી તું જતી; કે ન હો કોઈ સૂરજ!
અમારી દશા શું ? હતી લાગતી લૂ!

થશે અંત મારો તમારા જ હાથે,
છતાં પણ તમારો કરીબી રહું છું.

-સંદીપ ભાટીયા"કવિ"

અંધારું ઘેરાયું
ને આભના ખૂણે
પ્યાસો ચાંદો જાણે તરસે મરે,
ને પેલા ખુલ્લા આભ નીચે
અંધારાની ચાદર ઓઢી,
તૃપ્તિના સાગરમાં ડૂબકીઓ મારતો,
અષાઢી દેડકો,
સળવળતા ભાવોના ભારા
માથે લઈને,
રાગ વરસાદી રેલાવતો,
દેડકીના દિલનો દરવાજો,
ખોલીને,
પલળી ગયો,
અંધારું લજાઈ મર્યું,
ને પેલો ચાંદો..હજું.. પણ.!!

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment