Wednesday, 28 June 2017

ગઝલ

કહો કોણે કોની સજાવટ કરી છે?
ધરા સાથ આભે સખાવત કરી છે.

હા મેં છંદ સાથે શરારત કરી છે,
છતાં મારી ગઝલે કરામત કરી છે.

અમીરી ગરીબી બઘું જોઈ લીઘું,
પછી આજ સાથે પતાવટ કરી છે.

હતા સત્ય ને ચાહનારા છતાં પણ,
તમે મારી સાથે બનાવટ કરી છે.

ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
ખુશીએ જ નક્કી બગાવત કરી છે.

....પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment