Wednesday, 28 June 2017

૨, રચના

સંવાદોના મંજર આવ્યાં,
રસ્તે અઢળક કંકર આવ્યાં.

ખૂણે કાળો પત્થર મૂક્યો,
લોકો બોલે શંકર આવ્યા

જીવનનું ઘડતર શેં થાશે?
અંગ્રેજી શિક્ષણ ઘર આવ્યાં!

આ તે કેવું ભણતર ગણવું?
પોથીના થઇ અક્ષર આવ્યાં.

ઈશ્વર તારો માભો છે હો!
બાજઠ સંગેમરમર આવ્યાં.

ટીલાં ટપકાં ભગવાં  ગાજ્યાં,
ગોરખ અધ્ધર પધ્ધર આવ્યાં.

સેવાની ધૂણી પેટાવી
માનવતાને ચક્કર આવ્યાં.

શ્રેષ્ઠત્તમ સર્જન ઈશ્વરનું?
માણસ નામે બંદર આવ્યાં !!!

સાંપ્રત ભણતરનું શું  કે'વું?
બોદું ચણતર લઇને આવ્યાં.

મેદાનો છે વ્હાલા કાજે?
તનયા માટે ઉંબર આવ્યાં ???

પૂજા કરવા ના બેસું હું
છો ને કે'તા લે ખર આવ્યાં.
ડો જિજ્ઞાસા

શબ્દો નામે ખંજર આવ્યાં,
ફૂલો આપ્યા, પત્થર આવ્યાં.

કાઠું  કાઢ્યું  દોસ્તો એ જો,
હોઠે સ્મિત, કર ખંજર આવ્યાં.

ભોળાં હરણાં હડસેલે સૌ,
પાદર લુચ્ચાં સાબર આવ્યાં.

ઘા માર્યો સીધો હૈયાં પર,
ખેલાડી જો શાતિર આવ્યાં

આ મનડું ખુલ્લું સૌ કાજે,
ચાહે એના ખાતિર આવ્યાં.
ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment