Wednesday, 28 June 2017

ગઝલ

ના પ્રશ્નોના ઉત્તર આવ્યા.
ના પથ્થરમાં ઈશ્વર આવ્યા.

આ વિષ પ્યાલો ન ધરો કોઈ;
અમૃત માટે શંકર આવ્યા.

અસ્તિત્વ નદીનું નષ્ટ થશે;
લઈ ખારાશ સમંદર આવ્યા.

બેઠા છે એ રીતે  જાણે;
લાંબું  કાપી અંતર આવ્યા.

છોડીને જ જવું છે સઘળું;
તો શા માટે ભીતર આવ્યા.
-સર્જક

No comments:

Post a Comment