Wednesday, 28 June 2017

ગઝલ

યાદોના જો ઝરમર આવ્યા,
આંખોમાં જો સરવર આવ્યાં

ભરતી ઊઠે યાદો કેરી,
ઊછળતા લે સાગર આવ્યા

તારી યાદો વિખરાયેલી,
મીઠાં શમણાં તાણી આવ્યા

આ દુનિયા છે કેવી જાલિમ?
ફૂલો આપ્યા, પત્થર આવ્યા

સૌ સૌની અટકળ પર બોલે,
શબ્દો નામે ખંજર આવ્યા.

તનયા ખિલખિલ કરતી ગૃહે
ઝણઝણતાં લે ઝાંઝર આવ્યાં

ગોરંભાયેલું દિલ વરસે,
અનરાધારે અંતર આવ્યાં

ખૂણે કાળો પત્થર મૂક્યો,
લોકો બોલે શંકર આવ્યા

શેશવ પેઠું દિલના રસ્તે,
અંતર, મંતર, જંતર આવ્યા.

ખળખળ રવ જાણે સરગમ છે!
ઝરણાં નવલાં પાદર આવ્યા

જીવનનું ઘડતર શેં થાશે?
અંગ્રેજી શિક્ષણ લઇ આવ્યા!

નક્કી હમણાં જાદૂ થાશે,
લેખણ લઇને કવિવર આવ્યા

શમણાંમાં રંગો રેલાયા!
લાગે છે માણીગર આવ્યા
ડો. જિજ્ઞાસા

No comments:

Post a Comment