આજની તરહી રચનામાં મારા શેર
.
ઠેકી, દિલનું ઉંબર આવ્યા,
કોના પગલાં અંદર આવ્યાં?
ફક્ત તમારા ખાતર આવ્યા,
પ્રશ્નો વિના ઉત્તર આવ્યા.
ખૂબ મથીને આંખો પોઢી,
સપના સાલા દિનભર આવ્યાં!
આવ્યા છો તો બેસો, બોલો,
કોના કામે આખર આવ્યા ?
જાત ઘટાડી, વાત કરી લો,
પ્રશ્નો જીભે થરથર આવ્યા!
બહુ મોકાનો અવસર આવ્યો,
હોઠે ન અઢી અક્ષર આવ્યા.
ખોટું બોલું તો તારા સમ,
આંખોથી દિલ અંદર આવ્યા.!
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment