Wednesday, 28 June 2017

ગઝલ

આતમ વીંજે પાંખો આજે,
સમજણ છોડી અંદર આવ્યા.

સાધુ સંતો , જ્ઞાની આજે,
ગાથા ભૂલીને ઘર આવ્યા.

તોડી ફોડી ચાકે ચડયાં ,
હરિ નામે જયાં ધડતર આવ્યા.

થાકી હારી પાછા આવે,
તન મનમાં તો કળતર આવ્યા.

ખાલી ખાલી ટકટક બોલી,
સપના સાથે નડતર આવ્યા.

કાજલ
કિરણ પિયુષ શાહ

No comments:

Post a Comment