Sunday, 18 June 2017

અછાંદસ

અટકી શકું ના હારી સમજાવે છે
ફરી શમણાં સજાવવા સમજાવે છે.
તડકાની શું મજાલ છે?
એ તો વૃક્ષ બની છાંયો ફેલાવે છે.
જયારે જયારે સમસ્યા સતાવે છે
હાથ પસારી માથે હિમ્મત આપે છે.
એકલું એકલું જયારે જયારે લાગે છે
હરપળ સાથ તારી કહી રંગત જમાવે છે.
ઠરીઠામ કરવાને સઘળું
ઘણીવાર પોતાનો ઠસ્સો ગુમાવે છે.
દેવાને હરદમ ફૂલો જ ફૂલો
કાંટાઓ સાથે કાયમ નાતો જમાવે છે.
થયો મોટો લાગે મુજને "નીલ"
પણ આ પિતા હજીયે પડતા હાથ જાલી ઉપાડે છે.
       રચના: નિલેશ બગથરીયા
                  "નીલ"

No comments:

Post a Comment