એક ઝાંખી મીણબત્તી ઓગળે છે મેજ પર,
આજ જાણે અંધકારે વેર વાળ્યું તેજ પર.
બંધ મુઠ્ઠીમાં સમયને બાંધવાનો યત્ન છે,
આ હથેળીમાં હૃદયને રાખતો'તો હેજ પર.
અશ્રુને ક્યાં સ્થાન આપું શુષ્ક આંખો માં હવે,
પાંપણોને સાચવી છે કૈંક મોંઘા ભેજ પર.
ઓરડામાં એક પડછાયો હતો ને એક હું,
રાત ઢળતા દેખ મારો રૂહ સળગે સેજ પર.
જિંદગીમાં સોગઠાંની તો રમત પણ ચાલશે,
બોલ તારે મૂકવો છે આ 'કજલ'ને રેજ પર.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment