##યાદ##
આંખોના દરિયામાં
યાદોની હોડી,
મધ્યમાં એક ચક્રવાતી તોફાન,
ઉછળતા ખારા આંસુઓના મોજા વચ્ચે,
ભૂતકાળ...
દરિયાના પ્રચંડ નીરમાં ,
ગુંગળાય,
અફળાય ,
છતાં ઝઝૂમે,
લડે,
પેલા અભિમન્યુ જેમ જ તો!
વિચારોના કૌરવો વચ્ચે,
એ યાદોની હોડી પર
સવાર થવા આતુર છે,
ત્યાં જ દરિયાનો કિનારો તૂટ્યો,
આંસુના સુનામીમાં તણાતો તણાતો આંખોના કિનારે અટકી ગયો.
પણ દરિયો વહી ગયો
ગુલાબી ગાલ પરથી જમીન દોસ્ત થયો.
એ હોડી અને ભૂતકાળ બે પોપચાંના સહારે અટકી ગયા.
હજુ ખૂંચે છે,
ફરી દરિયો ઉભરાશે
ને ભરતી આવશે!
-સંદીપ ભાટીયા"કવિ"
થોડી જોડણી સુધારી ને રૂપાલી જીના નિર્દેશ મુજબ 🙏🏻🙏🏻
No comments:
Post a Comment