Tuesday, 27 June 2017

ગઝલ

જો આકાશે કાળાં વાદળ મેઘમુબારક,.
ચાતક ગાતા વાદળ વાદળ મેઘમુબારક .

જોને દરિયે પાણી ભરવા જાતાં વાદળ.,
મૂકે દોટો આગળ પાછળ મેઘમુબારક .

ડ્રાઉ ડ્રાઉને ટહુકારાની,
ચી ચી તું સાભળ,.
ભીતર લીલાં ગીતો સાભળ
મેઘમુબારક .

નેવા દદડે ટપટપ ટપટપ
ટપકે છે ઘર,.
પરપોટા જેવુ મન ચંચળ
મેઘમુબારક.

ભીતર આખી ધરતી થાતી
લથપથ લથપથ,.
આભે લખ્યો લીલો કાગળ
મેઘમુબારક.

જોને પેલી વાડો થઇ ગઈ
લીલો દરિયો,.
ખેતર થઇ ગ્યા સાગર
જળજળ મેઘમુબારક .

કાઠા દિલના ડુંગર આજે
ઝરમર ઝરમર ,.
નાચે ઝરણાં ખળખળ
ખળખળ મેઘમુબારક

ભેસો રેકે બકરાં બે બે
નાચે વગડો .,
શેઢે વાટે લીલી ચંચળ
મેઘમુબારક .

હોડી તરતી બાળક તરતું
હળવી રમઝટ ,.
બાળક કરતાં છબછબ
પળપળ મેઘમુબારક .

પાણી ને જડ ફૂટ્યા ડાળી ફળ પણ ફૂટ્યાં ,.
નભ બાન્ધ્યુ પાણીની
સાકળ મેઘમુબારક .

ધરતી સાથે આભે બાધી છેડાછેડી ,.
જન્મોથી બાધ્યા છે પળપળ મેઘમુબારક .

ધરતી ઓઢ્યુ લીલું વાદળ
મેઘમુબારક ,.
ભીતોમા ઉગ્યા છે પીપળ
મેઘમુબારક .
્્્્્ ્્્્્્

ડૉ .સત્યમ બારોટ
૯૯૦૪૬૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮
મોટાકોઠાસણા પ્રા . શાળા
તા . સતલાસણા
જિ . મહેસાણા ૩૮૪૩૩૦

No comments:

Post a Comment