રુકિમણીનો પત્ર......
પળ પળ પજવે વાયરો
પળ પળ પજવે લાજ
કેવળ મારે કાજ
છોડી સઘળું આવજો
કાલે ઊઠી આવશે કૌરવકુળનું વહાણ
દઉ છું મારી આણ લઈ જાજ્યો જન સોંસરવી
ઝરમર છાંટે શું વળે ?
ઝંખુ અનરાધાર
પાંપણનોય ભાર વસમો
લાગે શામળા
લથબથ ભીનું આંગણું
લથબથ ભીનો ચોક
ઘર-ઘર ,શેરી, લોક ચર્ચે
મારા નામને
મારા ભઈ ને બાપને યાદવ નામે વેર
પી જાણું હું ઝેર જો ન આવો તાકડે
મન વાચા ને કર્મથી કૃષ્ણ તમારી મહેક અંતર ઈચ્છા એક ઓઢું એની ઓઢણી
લખવાનું કૈં ના હવે જલદી આવો શ્યામ
હૈયે રાખી હામ મંગળ
પળને ચિંતવું
અલ્પ ત્રિવેદી
No comments:
Post a Comment