Tuesday, 27 June 2017

ગઝલ

કેટલી ધટનાંથી સૌને આખ આડા કાન કરવાના હોય છે
આ બધું જોયાને જાણ્યા બાદ વિચારો બદલવાના હોય છે

શબ્દ તો દરિયો છે એને કોઇ ઉલેચી નથી શકવાના કદી
એ જ ઉગરે છે અહીં, જેના વિચારો માત્ર ડુબવાના હોય છે

કેટલી વખતે ના કરવાના હો એવાં કામ કરવાના હોય છે
કોઇ વખતે માનવીને એક ઇશ્વર જેમ ભજવાના હોય છે

વાહ વાહી બહુ જ મીઠી લાગશે શરુઆતમાં શાયરને અહીં
ને વખત આવ્યે અહીં સાચા કદરદાનો પરખવાના હોય છે

કોડ શાયર જેમ લખવાના કદી જાગે તો આ કરજો સૌ પ્રથમ
ઘાવ જીવનમાં મળ્યા છે કેટલા? એ રોજ ગણવાના હોય છે

એમ તંતોતતને છોડી ને નહી ભાગી શકે મારાં દોસ્તં તું
કર્મથી આગળ મળે એવા પ્રયાસો વ્યર્થ જાવાના હોય છે

તું પ્રણયમાં કોઇનાં ચકચુર બનીને ઓગળીજાં એકાંતમાં
હોય ના સામે છતા સામે છે એવાં વ્હેમ અડવાના હોય છે

જડભરત સંવેદનાને દર્દ જેવું જે દિવસથી લાગ્યાં કરે
ઇશ્ક નામે રોગનાં લક્ષણૉ છે,એ સૌથી છુપાવાના હોય છે

સત વિરહનું કોઇ પણ બ્હાને “મહોતરમાને” ચડવું તો જોઇએ
કાવ્ય તાંરૂં વાંચતાં એના નયનને બોજ ખમવાના હોય છે
– નરેશ કે. ડૉડીયા

No comments:

Post a Comment