માછલી જેમ તડપવું પડે, તરસવુ પડે,
પ્રેમ માં ક્યાં હંમેશા વરસવુ પડે?
એટલી સહેલી ક્યાં હોય છે આ રમત,
મહાભારત ની જેમ નિયમનું તૂટવું પડે.
એક મંઝિલ જે સાવ નજદીક લાગે,
પહોંચવા ત્યાં સદીઓ ભટકવું પડે.
ગગન ની લાચારી કહો કે કહો ખુદ્દારી,
ધરા ને મળવા એને ક્ષિતિજે નમવું પડે.
કંઈ એમ જ નથી સમાતી આ સરિતા,
સાગર ને પણ થોડુંઘણું તો કગરવું પડે.
વિચારું છું જોઈ આ 'ઘાયલ' હદયો ઘણા,
પ્રેમ પામવા ખરેખર 'મરીઝ' બનવું પડે?
બસ હસી ને લખી વેદનાઓ આ 'ધર્મ',
સમજવા એને ધર્મ તમારે બનવું પડે.
~ધર્મેન્દ્ર સોલંકી.
૧૨:૦૪, ૨૫/૦૬/૧૭
No comments:
Post a Comment