##અસ્તિત્વ##
અસ્તિત્વ પર નજર કરી,
મારી હાજરીના પુરાવા મળ્યા,
જીવનમાં ઘટેલી ઘટનાઓના વિસ્ફોટો,
આંખ સામે ફિલ્મની જેમ ફરવા લાગ્યા,
એક ચિત્ર ઊભું થયું,
મારું અસ્તિત્વ,
એક લાડવા જેવું સ્વાદિષ્ટ..
લાડવો...! લાડવો..!
બદામ,કાજુ ,ઘી, લોટ આંખ સામે આવે ,
અરે... પણ.. લાડવામાં સ્વાદ તો મીઠો હોય ને!
પણ સાકાર તો જોવતી નથી?
મારા અસ્તિત્વમાં,
રૂપિયા,સગા,મિલકત,
શરીર, પ્રભાવ દેખાય
કંઈક જોવાતું નથી...!
એ... શું હશે?
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment