Tuesday, 27 June 2017

ગઝલ

ગઝલ
--------

ભર્યા  દરબારની  વચ્ચે દુભાયા હોઈએ કાંતો
અમે અજવાસના ઓઠે છુપાયા હોઈએ કાંતો

અમારા હાથની અંદર બીજા બે હાથ છે ખડતલ
ભીતરની એરણો ઉપર ઘડાયા હોઈએ કાંતો

સરાજાહેરમાં અંગત ગણો અમને તમારા પણ
હૃદયના કોઈ ખૂણેથી પરાયા હોઈએ કાંતો

નથી હસતા, નથી રડતા, નથી કંઇ વાત પણ કરતા
બધીયે હદ વટાવીને રિસાયા હોઈએ કાંતો

ભલેને ચોકમાં મૂકી અમારા નામની તકતી
નગરના લોકની નજરે ભુલાયા હોઈએ કાંતો

વળી કંકર ગણી અમને ફગાવ્યા છોને કચરામાં
કુંવારા હાથથી કોમળ વીણાયા હોઈએ કાંતોB

હયાતીના થરો ઉપર થરોની વાત ન્યારી છે
અમે હર ઈંટની માફક ચણાયા હોઈએ કાંતો

..સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment