Tuesday, 27 June 2017

અછાંદસ

વાદળ, વીજળી, મેઘધનુષ
ઑનલાઇન થયા છે, આંઠ-નવ
મહિનાઓ પછી,

વાદળે સ્ટેટસ મૂક્યું,

' રેડી ટુ વૅટ ધી સોઈલ '

અને લાઇક્સનો વરસાદ
થવા માંડ્યો છે, પહેલી
લાઈક દરિયાની આવી,
પછી હવા, વૃક્ષ, ધરા,
પક્ષીઓ, પ્રાણીઓ
Etc..... etc....

અને છેલ્લે માનવીએ પણ
લાઈક આપી દીધી, અને
કૉમેન્ટ કરી કે
એક સૅલ્ફી તો પોસ્ટ કરો.

ત્યાં સુધી તો વાદળ વરસી ગયું,

અને લાઇક્સ કરવાવાળા બધા
મનભરીને ભીંજાયા.

ફક્ત માનવી સૅલ્ફીની વાટ જોઈને,
કૉમ્પ્યુટરની સામે બેઠો રહ્યો.

*અખ્તર ખત્રી.*

No comments:

Post a Comment