Friday, 21 July 2017

ગઝલ

સંદૂકને તોડી પછી.
નીંદર બધી દોડી પછી.

ઓછાડને આઘો કર્યો,
યાદો લઈ જોડી પછી.

ચોટી વિનાની ઢીંગલી,
આંખો વિના ઘોડી પછી.

ચોપાટ શણગાર્યો હતો,
બે તૂટલી કોડી પછી.

લખલૂટ સમજણમાં જરા,
ગફલત ભળી થોડી પછી.

જૂના થયા પોશાકમાં,
ચળકાટને છોડી પછી.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment