Friday, 14 July 2017

ગઝલ

ગઝલ - પી ગયો છું

ઝેરના બે ઘૂંટડાઓ પી ગયો છું,
વેદનાને આમ ઓળંગી ગયો છું.

પ્રેમ કરવાને ગયો'તો વ્હેમ સાથે,
એ ખુમારી રાખતા જીવી ગયો છું.

આટલા દર્દો સહન થઇ ના શકે તો-
ખુદ મને આવા સમય જાણી ગયો છું.

આટલો સૂરજ વહેલો કેમ ઉગ્યો ?
ઊઠ ઊભો થા રાહ દેખાડી ગયો છું.

શાંત ઝરણું હોય તો શોધી બતાવો,
આંસુઓની ધાર રેલાવી ગયો છું.

આંખ મારી વાત એવી તો કરી ગઇ,
શબ્દ ના બોલ્યો છતાં બોલી ગયો છું.

સોલંકી દિપક "રહીશ"
Deepak KishorBhai Solanki Rahish

No comments:

Post a Comment