Saturday, 1 July 2017

અછાંદસ

આંખોને શમણું એક ગમ્યું
એમાં તારું મુખડું રોજ રમ્યું.
મનમાં ચિત્ર એક વસ્યું
પ્રિતમાં તારી ભરપૂર રંગ્યું.
વાતે વાતે ચરિતર ચગ્યું
તારા વિચારે મગજ રોજ ભટક્યું.
ભીંતે ભીંતને શૂરાતન ચડ્યું
સાંભળી વાત આપણી , વાયરાને કાનમાં કહ્યું.
અનકહી પ્રીતનું ઝરણું છાપે વહ્યું
તોય મારુ આંગણું કોરું રહ્યું.
વાદળ બનું હર ચોમાસે ભીનાશ ભર્યું
તારું ભીંજાવું ના જાણે કેમ ? એકેયવાર ના બન્યું.
       રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment