દ્વારે ત્યારે - ગઝલ
આંખો સામે આંખો આવે ત્યારે
દુશ્મન,પ્રેમી સરખા લાગે ત્યારે
કાગળ સાથે કિટ્ટા કર્યા કિટ્ટા
દર્દો મારા ખૂટ્યા આજે ત્યારે
આજે તો "મા" પણ ગઈ'તી નિશાળે
થોડા સંસ્કારો દેવાને ત્યારે
આપ્યો છે સાથ જયારે જયારે મેં
ધક્કો મારી પાડી દે છે ત્યારે
ઘરની ક્યાં ચિંતા છે,ઘર છે મારે ?
ફરતો તારા ઘરને દ્વારે ત્યારે
ખુલ્લી આંખે જોયેલું નઝરાણું (બાળહત્યા)
મરતું બાળક હસતું લાગે ત્યારે
રહીશ
Deepak KishorBhai Solanki Rahish
No comments:
Post a Comment