Friday, 14 July 2017

ગઝલ

નદીના  વિચારો વમળમાં હશે,
તરંગો ઉપર નીચે જળમાં હશે.

અનુભૂતિ એની અકળમાં હશે,
તો અસ્તિત્વ એનું સકળમાં હશે.

હજી છે  તૂફાનો અહીં ચોતરફ,
હવે દીપ કોનો એ બળમાં હશે.

રદ્દીફ કાફિયાથી ગઝલ ક્યાં થતી,
આ શબ્દો હમેશાંથી છળમાં હશે.

ન બારી ન પડદો છતાં દ્રશ્ય ક્યાં
કયો ભેદ ગહરો પડળમાં હશે

           ભરત ભટ્ટ

No comments:

Post a Comment