નદીના વિચારો વમળમાં હશે,
તરંગો ઉપર નીચે જળમાં હશે.
અનુભૂતિ એની અકળમાં હશે,
તો અસ્તિત્વ એનું સકળમાં હશે.
હજી છે તૂફાનો અહીં ચોતરફ,
હવે દીપ કોનો એ બળમાં હશે.
રદ્દીફ કાફિયાથી ગઝલ ક્યાં થતી,
આ શબ્દો હમેશાંથી છળમાં હશે.
ન બારી ન પડદો છતાં દ્રશ્ય ક્યાં
કયો ભેદ ગહરો પડળમાં હશે
ભરત ભટ્ટ
No comments:
Post a Comment