Friday, 14 July 2017

ગઝલ

ગઝલ :- પ્રેમની વાદળી.
---------------------
ચાલ આજે પ્રેમની તું વાદળી થઇને વરસ.
આંખથો તું પ્રેમભીની લાગણી થઇને વરસ.

આ અષાઢી મોરલાના કંઠ તો કોરા ગયા ,
પ્રેમની મોસમ હવે તું શ્રાવણી થઇને વરસ.

પ્રેમના સૂરો મહીં ખોવાઇ જાવું છે હવે,
કોયલોના કંઠથી તું વાંસળી થઇને વરસ.

પ્રેમથી તું વશ કરે તો વશ થવા તૈયાર છું ,
એવું કૈં કામણ ભરેલી આંખડી થઇને વરસ.

આ હ્રદયમાં લાગણીની કેટલી ભરતી થશે ,
કોક'દિ તો તું પૂનમની ચાંદની થઇને વરસ.

હોઠને ભીના કરી લઉં એવી રીતે સ્હેજ તું,
આ 'ધમલ' પર પ્રેમવાળી વાદળી થઇને વરસ.
           
              -- દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment