Friday, 14 July 2017

ગીત

.
              ગીત

અચાનક ફણગા ફૂટ્યા વિદાયના રે લોલ,
અચાનક સોણલાં તૂટ્યા મધરાતના રે લોલ.

સોળ સોળ વરસના વરસ્યા વરસાદ
ને પૂર ઉમટ્યા પ્રીતના કરી ઘેરો નાદ
અમે તો ખોવાય ગયાં ઉન્માદમાં રે લોલ
કે ઉજાગરા થયા દિવસ રાતના રે લોલ

હજુય તાજા છે ચુંબન ને તાજી છે લાલી
છે ફક્ત યાદ;અહીં નથી મારી વ્હાલી
સપનાં આવે છે એ રઢિયાળી રાતના રે લોલ
વરસો થઈ ગયાં છે આ વાતના રે લોલ.

એક દિવસ અચાનક મળ્યા'તા વાટમાં
ને વેચાય ગયાં પ્રેમની રે હાટમાં
જ્યારે સપના આવે પટોળાની ભાતના રે લોલ
ત્યારે વાદળો ઘેરાય છે આઘાતના રે લોલ.

આંખોમાં સમાવી રાખ્યો છે સમંદર
ને દિલમાં છે દર્દ વાગ્યાં વિના રે ખંજર,
આ તો સપનાં છે જીવનની રીતના રે લોલ
આ તો સપનાં છે અધૂરી પ્રીતના રે લોલ

                       રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment