પહેલી નજરમાં મને તું ગમી છે,
તને ચાહવી તો બહુ લાજમી છે.
ન દેખાઈ જ્યારે સમીપે તું જોને,
નયનમાં રહેતી મને તો કમી છે.
કહું સાથ હંમેશ તારો છે શ્વાસે,
રગેરગ બની રક્ત તું તો ભમી છે.
ધખારો ધખ્યો આજ તારાં જ નેહે,
હૃદયમાં વહે સ્પંદનો રેશમી છે.
*સમાવું જ "ક્રિતી" તને ભીતરે તો,*
*તને પામવા તો વ્યથાને ખમી છે.*
-કીર્તિ રાઠોડ
No comments:
Post a Comment