Friday, 14 July 2017

ગઝલ

તારી રાહમાં ,તારા પગલાની છાપ નીહાળ્યા કરુ.
તુજ સુધી પહોચવા, તારા પગલે પગલે ચાલ્યાં કરુ.

મંઝીલની ખબર નથી ને,રસ્તે રઝળ્યા કરુ.
સાથ મળ્યો જયાં પળ બે પળ , તે પળ સ્મર્યા કરુ.

આશ નથી મિલન તણી. બસ પ્રતિક્ષા કરયાં કરુ.
ફરશો તમે પાછા , વિશ્ર્વાસે રોશની કરયા કરુ.

મિલન ની આશ, અંતિમ શ્ર્વાસો કરયાં કરુ.
કૃષ્ણ રુપે આવ કે સખા
રુપે વિનંતિ કરયા કરુ.

ચાહત મારી અધુરી,જન્મો થી વાટ તારી જોયા કરુ.
ભવોભવ ની પ્રીત બની પુજા,રટણ તારુ કરયાં કરુ.

અજપા જાપ મારા, દર્શનની પ્યાસી રહયાંં કરુ.
"કાજલ"અધુરી તારા  વગર, અધુરી જ  રહયાં કરુ

----કાજલ
__કિરણ પિયુષ શાહ
26/10/16

No comments:

Post a Comment