ઘાવ અને સણકાની વચ્ચે
ગઝલ સરે ઘટનાની વચ્ચે
પ્રેમ અચાનક ઊગી ગયો છે,
ઝાકળ ને તડકાની વચ્ચે
મૌન વહે છે છાનું છાનું,
પથ્થર ને ઝરણાંની વચ્ચે
ઝરમર ઝરમર લાગણીઓ છે,
આગ અને દરિયાની વચ્ચે
ભેદ હજી ક્યા પરખાયો છે,
આંખ અને શમણાંની વચ્ચે
બાહર ભીતર સમય અવાચક,
સત્ય અને ભ્રમણાની વચ્ચે
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment