તોરણ સજેલા આંગણે ગીતો બજી રહ્યાં
જાગી ઉમંગે કાલના સપના સજી રહ્યાં.
ઉઠતા ઉમળકા ઘરતણી શોભા વધારતા,
મનના મચલતા કેટલા અરમાં તરી રહ્યાં.
હરખી રહેલી આંખડી નિરખે મગન બની,
ફુલે સજેલાં બારણે પગલાં લચી રહ્યાં.
પુખ્ત બનેલું બાળપણ નાચે જવાન થઇ,
હૈયે ભરેલી આશલઇ ગરબે રમી રહ્યાં.
રંગત ધરેલાં ભાવમાં માસૂમ તણાયને,
ટોળે વળેલા ઝુમતા હૈયા રમી રહ્યાં.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment