Friday, 14 July 2017

ગઝલ

આંસુઓને ગાળી બેઠાં
પાંપણને પંપાળી બેઠાં

કાંઈ છે ના મૃત્યુ પાછળ
આંગણ તોય ખંગાળી બેઠાં

આંખે આંસુ આવ્યા છે તો
પાંપણ શું પ્રજવાળી બેઠાં

ભેદ નથી કો અંતરપટમાં
એ જ અમે અજવાળી બેઠાં

શોધો ના દ્વારે મંદિરે
અંતરમાં વનમાળી બેઠાં

પ્રિયતમના પગલાં પડ્યા તો
આંખ શરમથી ઢાળી બેઠાં

આંગણ આવ્યા હરિ શામળિયા
ફરિયાદો સૌ ચાળી બેઠાં

સરલા સુતરિયા

No comments:

Post a Comment