Thursday, 17 August 2017

ગઝલ

પ્રેમ ઘેલો કૃષ્ણ બન્યો જ્યારનો એ ,.
ત્યારથી દોડે બની ઉનમાદ રાધા .

આજ આસું દ્વારકા પહોંચ્યા હશે ને ,.
કૃષ્ણ માં આવી દુઃખોની યાદ રાધા.

ગોપ ગોપી કૃષ્ણ સૌનો શ્વાસ બનતી ,.
એ બની સૌના દિલોનો નાદ રાધા .

રોજ ગોખે એક શબ્દો કૃષ્ણ તારા ,.
કૃષ્ણ તારા પ્રેમ નો અનુવાદ રાધા .

ડૉ .સત્યમબારોટ

No comments:

Post a Comment