Thursday, 17 August 2017

ગઝલ

શ્રીરાધે..

મેધ ! ગોપીગીત ગાતા આજ રાધા
ભોર વરસાદી પ્રતીમાં, રાજ રાધા !

તાર! કાંચો તાંતણો બાંધેલ ગોપી
પ્રેમ યોગી પાંરણે મનમાજ રાધા

મોર નાચે,ઢોલ વાગે રાતરાણી!
રાસ વન- વૃદાવને અંદાજ રાધા

તું મનાવે? દૂધ, માખણ,છાશ ઢોળી?
વાંસળી વાગેલ તારે કાજ રાધા!

યાદ સામે પાર ઔધવ !નૈ સવાલો!
રાહ જોતી આંખ!મારી લાજ રાધા

કાન કાગળ થૈ લખે ગોપી જવાબો !
મૌન! જમના જળ વહે શ્રીરાજ રાધા !

જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-15/08/2017
સમય:-11:00 રાત્રે

No comments:

Post a Comment